નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આજે જાહેર થયેલા આંકડાએ તો તમામ રેકોર્ડ  તોડી નાખ્યાં. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ 19 (Covid-19) ના નવા 19,906 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 410 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ હવે દેશમાં કોરોના વાયરસના કુલ 5,28,859 કેસ થયા છે. જેમાંથી 2,03,051 એક્ટિવ કેસ છે અને 3,09,713 લોકો સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 16,095 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયામાં કોરોનાના કેસ એક કરોડ પાર, 90% ટકા કેસ ત્રણ મહિનામાં નોંધાયા


દેશમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં અને દેશની રાજધાની દિલ્હીમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 159133 નોંધાયા છે જેમાંથી 67615 એક્ટિવ કેસ છે જ્યારે 7273 લોકોએ અત્યાર સુધીમાં આ વાયરસથી જીવ ગુમાવ્યો છે. 84245 લોકો ડિસ્ચાર્જ થયા છે. દિલ્હીની વાત કરીએ તો દેશની રાજધાનીમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. જ્યાં કોરોનાના કુલ 80188 કેસ નોંધાયા છે. તથા 2558 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દિલ્હીમાં હાલ કોરોનાના 28329 એક્ટિવ કેસ છે. જ્યારે 49301 લોકો સાજા થયા છે. 


વિશ્વમાં કોરોનાના કેસ એક કરોડ પાર
દુનિયામાં કોરોના વાયરસની એન્ટ્રીને 6 મહિના પૂરા થવાની સાથે દર્દીઓની સંખ્યા હવે એક કરોડ પાર પહોંચી ગઈ છે. વર્લ્ડોમીટર મુજબ મોડી રાતે કોરોનાના દર્દીઓની સંખ્યા 1,00,81,545 થઈ છે. જ્યારે 5,01,298 લોકોના મૃત્યુ થયા છે. જો કે 54,58,369 લોકો રિકવર પણ થયા છે. હકીકતમાં ગરમીમાં કોરોના વાયરસ નબળો પડવાનની સારી ગણતરીઓ ખોટી પડી અને જૂનમાં પ્રતિદિન સવાલ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. કોરોનાના 67 ટકા એટલે કે બે તૃતિયાંશથી વધુ દર્દીઓ તો ફક્ત મે અને જૂનમાં જ જોવા મળ્યાં છે. મેમાં રોજ સરેરાશ લગભગ એક લાખ અને જૂનમાં સરેરાશ એક લાખ 35 હજાર દર્દીઓ નવા આવી રહ્યાં છે. જ્યારે 90 ટકા કોરોનાના કેસ એપ્રિલ-મે-જૂનમાં સામે આવ્યાં છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube